હિસાબ ક્યાં ગરબડ થાય છે?
મટીરિયલ
બિલ પૂરા માલનું, પણ ગાડીમાં માલ ઓછો. અથવા માલ બીજી સાઇટ પર ગયો અને ક્યાંય લખાયું નહીં.
મજૂર હાજરી
હાજરી 12ની, કામ 8 જણ જેટલું.
કોન્ટ્રાક્ટરનું બિલ
માપ વગર પેમેન્ટ, અને એડવાન્સનો હિસાબ યાદશક્તિ પર.
પેટી કેશ
ચા, ભાડું, નાનો સામાન: બિલ વગર, અને મહિનાના અંતે યાદ કરીને હિસાબ.
સાઇટનાં જરૂરી ખાતાં
| ખાતું | શું લખવું | પુરાવો |
|---|---|---|
| મટીરિયલ | સિમેન્ટ, સળિયા, રેતી, કપચી, ઈંટ, RMC | બિલ + GRN (માલની પહોંચ) |
| મજૂર હાજરી અને પગાર | રોજની હાજરી, ઓવરટાઇમ, એડવાન્સ | હાજરી રજિસ્ટર / મસ્ટર કાર્ડ |
| કોન્ટ્રાક્ટર / સબકોન્ટ્રાક્ટર | કામનું માપ, બિલ, એડવાન્સ, કપાત | માપ (MB) અને બિલ |
| વેન્ડર | કોનું કેટલું બાકી છે | PO, બિલ, પેમેન્ટ |
| મશીન અને ડીઝલ | JCB, મિક્સર, ભાડાનો સામાન, ડીઝલ | કલાક / દિવસનો રેકોર્ડ |
| પેટી કેશ | ચા, ભાડું, નાનો સામાન | બિલનો ફોટો |
રોજ ફક્ત 5 મિનિટ
સવારે
હાજરી પૂરો: P / A / અડધો દિવસ / OT. પગાર આપમેળે ગણાય છે.
ગાડી આવે ત્યારે
જેટલો માલ ખરેખર આવ્યો, એટલાની GRN બનાવો.
ખર્ચ થાય ત્યારે
પેટી કેશમાં એન્ટ્રી અને બિલનો ફોટો.
સાંજે
આજનું કામ અને ફોટા નાખી DPR (રોજનો રિપોર્ટ) WhatsApp પર મોકલો.
True Site Syncમાં બધાનો હિસાબ
- મજૂર: હાજરી, પગાર, એડવાન્સ અને દરેક મજૂરનું મસ્ટર કાર્ડ PDF.
- મટીરિયલ: PO, GRN, ખરીદ બિલ અને દરેક સાઇટનો સ્ટોક, ઓછો સ્ટોક થાય તો Lowનું નિશાન.
- કોન્ટ્રાક્ટર અને સબકોન્ટ્રાક્ટર: માપ પરથી બિલ, એડવાન્સ અને કપાત.
- ક્લાયન્ટ બિલ: મેઝરમેન્ટ બુક પરથી RA બિલ અને GST ઇન્વૉઇસ.
- પેટી કેશ અને ખર્ચ: દરેક સાઇટના નામે, ફોટા સાથે.
- નેટવર્ક વગર: એન્ટ્રી ફોનમાં સેવ થાય, નેટવર્ક આવતાં જ સિંક.
નોંધ: એપ હાલ અંગ્રેજીમાં છે, પણ બટન સરળ છે (Present, Absent, Material In). સાઇટ સુપરવાઇઝર એક દિવસમાં શીખી જાય છે. અંગ્રેજીમાં વાંચો: Construction expense tracking app
વારંવાર પૂછાતા પ્રશ્નો
બાંધકામ સાઇટનો હિસાબ કેવી રીતે રાખવો?
દરેક ખર્ચ એ જ દિવસે સાઇટ અને ખાતા (મટીરિયલ, મજૂર, કોન્ટ્રાક્ટર, મશીન, પેટી કેશ)ના નામે લખો, સાથે બિલ કે ફોટો. અઠવાડિયે એક વાર સાઇટ-વાર ખર્ચને BOQ બજેટ સાથે મેળવો.
કોન્ટ્રાક્ટરનો હિસાબ કેવી રીતે રાખવો?
કોન્ટ્રાક્ટરનું બિલ માપ (MB) કે હાજરીના આધારે બનાવો, અને એડવાન્સ તથા કપાત એ જ ખાતામાં નોંધો. તો બાકી રકમ હંમેશાં સ્પષ્ટ દેખાય.
મજૂર હાજરી માટે કઈ એપ સારી છે?
એવી એપ પસંદ કરો જે હાજરીને પગાર, એડવાન્સ અને ચુકવણી સાથે જોડે અને ઇન્ટરનેટ વગર ચાલે. True Site Syncમાં હાજરી, પગાર અને મસ્ટર કાર્ડ એક જ જગ્યાએ છે.
શું એપ ઇન્ટરનેટ વગર ચાલે છે?
હા. એન્ટ્રી ફોનમાં સેવ થાય છે અને નેટવર્ક આવતાં જ સિંક થઈ જાય છે.
શું એપ ગુજરાતીમાં છે?
હાલ એપ અંગ્રેજીમાં છે, પણ બધાં બટન સરળ છે અને સુપરવાઇઝર ઝડપથી શીખી જાય છે. આ માર્ગદર્શિકા ગુજરાતીમાં છે.
સાઇટનો આખો હિસાબ, એક એપમાં
6 દિવસ ફ્રીમાં ચલાવીને જુઓ. ક્રેડિટ કાર્ડની જરૂર નથી.
6 દિવસ ફ્રી ટ્રાયલઅથવા ડેમો બુક કરો.